વિષયના સંદર્ભમાં ઘણાની અપેક્ષાથી ઉણા ઉતારવાનું સંભવ બન્યું હોય પણ ‘દલિત’ શબ્દની અર્થછાયાથી ઘણા હજુ બહાર નથી આવ્યા. ‘દલિત’ શબ્દ એ જાતિનો પર્યાયવાચી શબ્દ નથી જ.’ દલિત’ શબ્દ મૂક નથી તે તેની પરિભાષાને પોતે જ જન્મ આપે છે. દલિત તે છે કે જેનું શોષણ થતું હોય, દબાવવામાં આવ્યો હોય, પીડા આપવામાં આવી હોય, ઉપેક્ષિત, અપમાનિત, પ્રતાડિત વ્યક્તિ જ દલિતની વ્યાખ્યામાં આવે છે. સાથે ‘દલિત’ શબ્દ આજે પ્રેરણા અને વિદ્રોહનો પર્યાયવાચી પણ છે.
એવા સમાજની લાગણીઓને, વેદનાને વાચા આપતું સાહિત્ય એટલે દલિત સાહિત્ય. આ તે સાહિત્ય છે જે એક વ્યક્તિને સાધના આસ્થા અને ચિંતન પ્રતિ ઉન્મુખ કરે છે. આ સાહિત્ય સ્વસ્થ, ઉચિત લક્ષ્યની તરફ માનવ સમાજમાં સમૃદ્ધિભાવ ઉત્પન્ન કરે છે. “માનવને માનવથી તોડવાને બદલે જોડે છે” દલિત સાહિત્યમાં સહાનુભૂતિ નહીં, સ્વાનુભૂતિની અભિવ્યક્તિ મુખ્ય આધાર છે. આ સાહિત્ય વાસ્તવવાદનું સાહિત્ય છે, વિચ્છિન્ન સમાજના પ્રતિભાવનું સાહિત્ય છે. વિશિષ્ટ વેદનાનું સાહિત્ય છે.
કવિ ઉમાશંકરને વાંચતા, અભ્યાસમાં સમજતા “ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે- ખંડેરની ભસ્મકણિ ન લાધશે”- એ પંક્તિ સતત મન ઉપર અથડાતી રહી અને ઘણા લાંબા વર્ષો પછી એ ચિંતનને શબ્દદેહ આપતા અને એ સ્વાનુભૂતિને શબ્દદેહે પ્રકટ કરતાં આનંદ જ થઈ રહ્યો છે. પુસ્તકને ઝીણવટપૂર્વક જોઈ ખૂબજ પ્રેરણાદાયક આશીર્વાદ આપવા બદલ ડૉ. દલપતભાઈ સાહેબનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરું છું. પ્રકાશન કાર્યમાં સહભાગી સૌનો આભાર.
Reviews
There are no reviews yet.